CET Exam for class 5 in gujarat

                                             CET Exam 
            Common Entrance Test (CET)

   

Exam Conducting Body

Gujarat State Exam Board

Exam Name

CET 2025-26

Exam Full Form

Common Entrance Test

Courses Offered

Admission in Class 6th and scholarship

School Offered

Gyan Shakti Residential School

Gyan Shakti Tribal Residential School and

Raksha Shakti School

Eklavya Model Residential Schools (EMRS)

Exam Notification

February 2026

Exam Date

March 2026

Exam Mode

Pen-Paper Mode

Exam Time

150 Minutes

Number of Questions

120 MCQs

Marking

120 Marks (No Negative)

Official Website

https://www.sebexam.org

          

                                                                                      Admission in Class 5 Click here

         

                     રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023-24ના શૈક્ષણિક સત્ર થી જ્ઞાન શક્તિ                         રેસીડેન્સિયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ અને રક્ષા શક્તિ                 સ્કૂલમાં ધોરણ-6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરીટ સ્કોલરશીપ યોજના             માટે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના મેરીટના આધારે સ્કોલરશીપ યોજના શરૂ કરેલ          છે.

   

                    વર્ષ 2025-26 થી ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની                 શાળાઓ એકલવ્ય રેસીડેન્સિયલ સ્કુલ (EMRS) અને સૈનિક શાળામાં આ કોમન             એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં મેરીટ માં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને                      ધોરણ-6  માં પ્રવેશ આપવામાં આવનાર છે આ માટે કોઈ અલગથી પરીક્ષા લેવામાં             આવશે નહીં.


                     નવા શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)             રાજ્ય પરીક્ષા બોર્ડ  દ્વારા ફેબ્રુઆરી-માર્ચ માં રાજ્યના તમામ જિલ્લાઓમાં પરીક્ષાઓ          યોજાઈ શકે છે.



     પરીક્ષા માટેની યોગ્યતા ::

v સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ-1 થી 5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપી શકશે. જેની મેરીટ યાદીમાં સમાવેશ થયેથી તેઓ જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ, જ્ઞાનશક્તિ ટ્રાયબલ રેસીડેન્સિયલ સ્કૂલ અને રક્ષાશક્તિ સ્કૂલમાં તથા (ગુજરાત સ્ટેટ ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી હસ્તકની શાળાઓ) એકલવ્ય મોડેલ રેસીડેન્સિયલ સ્કુલ (EMRS) અને સૈનિક શાળા માં કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) માં મેરીટમાં સમાવેશ થયેલ આદિજાતિ વિદ્યાર્થીઓને ધોરણ-6 માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના મેરીટ ના આધારે ઉપરોક્ત શાળાઓમાં ધોરણ-6 માં પ્રવેશ તથા મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે.

v સ્વનિર્ભર/ખાનગી શાળાઓના ધોરણ-5 નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ફક્ત રક્ષાશક્તિ સ્કૂલ (25% બેઠકની મર્યાદામાં) ધોરણ-6 ના પ્રવેશ માટે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) આપી શકશે. આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)ના મેરીટના આધારે રક્ષાશક્તિ સ્કૂલમાં ધોરણ-6 માં પ્રવેશ આપવામાં આવશે.



      પરીક્ષાની ફી ::  

v              v   કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) નિ:શુલ્ક રહેશે.

  

          કસોટી નું માળખું ::

    •    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી        સ્વરૂપની (Multiple Choice Question : MCQ Based) રહેશે.
    •    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું પ્રશ્નપત્ર 120 ગુણનું તથા સમય 150 મિનિટનો રહેશે.
    •    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.
    •    કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) ધોરણ-5 ના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિતગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો રહેશે.
    •    પ્રશ્નો અધ્યયન નિષ્પત્તિ સિદ્ધિ ચકાસણી કરે તે પ્રકારના રહેશે.

       vકોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)માં નીચે મુજબના વિષય તથા ગુણભાર રહેશે.


ક્રમ

વિષય

પ્રશ્નો

ગુણ

1

તાર્કિક ક્ષમતા કસોટી

30

30

2

ગણિત સજ્જતા

30

30

3

પર્યાવરણ

20

20

4

ગુજરાતી

20

20

5

અંગ્રેજી-હિન્દી

20

20

 

કુલ

120

120




     પરીક્ષા કેન્દ્ર ::

  • પરીક્ષા માટે નોંધાયેલ વિદ્યાર્થીઓની સંખ્યા તથા પરીક્ષાલક્ષી વહીવટી અનુકૂળતા અનુસાર રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યમાં જે તે તાલુકામાં પરીક્ષા કેન્દ્રો નક્કી કરવામાં આવશે.
  • વિદ્યાર્થીએ બોર્ડ દ્વારા ફાળવવામાં આવેલ પરીક્ષા કેન્દ્ર પર સ્વખર્ચે પરીક્ષા આપવા ઉપસ્થિત થવાનું રહેશે.


     કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET)નું પરિણામ અને મેરીટ લીસ્ટ ::

    • v પરીક્ષાનું પરિણામ રાજ્ય પરીક્ષા બોર્ડ ની વેબસાઈટ www.sebexam.org પર પ્રસિધ્ધ કરવામાં આવશે.
    • v કોમન એન્ટ્રન્સ ટેસ્ટ (CET) પરીક્ષામાં “Cut Off” કરતાં વધુ ગુણ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર દ્વારા પ્રસિધ્ધ કરવામાં આવશે.

 

     ઓનલાઇન અરજી કરવાની રીત ::

    • રાજ્યની સરકારી, અનુદાનિક અને ખાનગી (બિન અનુદાનિત) પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓના ઓનલાઇન આવેદન કરવા માટે નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે

    1. સૌ પ્રથમ https://schoolattendancegujarat.in/  પોર્ટલ પર જવું.
    2. શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
    3. ત્યારબાદ શાળાના કોઈ પણ એક શિક્ષકના ટીચર કોડ નાંખો (ધોરણ-5 ભણાવતા શિક્ષકના કોડ અને પ્રાથમિકતા આપવી) અથવા શાળાના અન્ય શિક્ષક નો કોડ એડ કરવો.
    4. હવે ધોરણ-5 પર ક્લિક કરવું, ધોરણ-5 ના તમામ વિદ્યાર્થીઓના કોડ નું લિસ્ટ સ્ક્રીન પર દેખાશે. તમામ વિદ્યાર્થીઓનું એક પછી એક ફોર્મ ભરવાનું રહેશે.
    5. ત્યારબાદ વિદ્યાર્થીઓના કોડ પર ક્લિક કરો, તેનું ફોર્મ ખુલશે, ફોર્મ માં શિક્ષક અને વાલીના મોબાઈલ નંબર સિવાયનો ઓટો ફેચ કરેલો ડેટા છે, શિક્ષક અને વાલી નો મોબાઇલ નંબર ની વિગત ભર્યા બાદ ઓટો ફેચ થયેલ ડેટા પૈકી કેટેગરી, કાસ્ટ, સબ કાસ્ટ અને માધ્યમ જો ખોટી દર્શાવતી હોય તો સુધારો કરી શકાશે.
    6. તમામ વિગતો ભર્યા બાદ ફોર્મ ની નીચે સેવ (save) બટન પર ક્લિક કરવાનું રહેશે.
    7. જેથી વિદ્યાર્થીઓના ફોર્મ સેવ (save) થતા રહેશે તેમની સામે saved દર્શાવશે.
    8. રીતે તમામ વિદ્યાર્થીઓના ફોર્મ ભરાઈ ગયા બાદ સબમીટ (submit) બટન પર ક્લિક કરવાનું રહેશે.
    9. ત્યારબાદ સેવ કરી એપ્લિકેશન પ્રિન્ટ કરવાની રહેશે.  

      :: Key Points ::

    #CET Exam
    #CET Exam for Class 5
    #CET Exam in Gujarat
    #Common Entrance Test
    #CET Notification
    #CET Results

  


CET Exam for class 5 in gujarat CET Exam for class 5 in gujarat Reviewed by CH2O Education on April 01, 2025 Rating: 5

No comments:

Powered by Blogger.